Jamnagar: આ જાણીતી કંપનીમાં બહાર પડી ભરતી, જાણો લાયકાતથી લઈને પગાર ધોરણની માહિતી
સંજય વાઘેલા, જામનગર:
- આજના સ્પર્ધાત્મક યુગ (Competition) માં મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ રોજગારી (Employment) ની શોધમાં છે.ઘણા યુવાનો લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ સરકારી નોકરી (Government jobs) ની તૈયારી કરવા લાગે છે. અને અનેક વર્ષો સુધી મહેનત કરવા છતાં નોકરી (Jobs) મળતી નથી.જો કે અનેક એવી ખાનગી કંપનીઓ (Private Company )છે જ્યાં લાયક યુવાનોને નોકરીની તક આપે છે. અને સાથે સારો પગાર પણ આપે છે. એટલું જ નહીં ખાનગી કંપનીમાં પણ અનુભવ પ્રમાણે પગાર વધારો અને પ્રમોશનનો પણ લાભ તો મળતો રહે છે.ન્યુઝ18 ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજગારની શોધમાં રહેલા યુવક-યુવતીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ખાસ આવા સ્થાનિક નોકરીદાતાઓનો સંપર્ક કરી વેકેન્સીના આર્ટિકલ પબ્લિસ કરવામાં આવશે જેની મદદથી જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળતી રહે.
- જામનગરમાં દરેડ GIDC ફેઝ 2માં આવેલી કેબટેક એન્જીનીયરિંગ LLP ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પડી છે, જેમાં લાયક ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે.
કયાં પદ પર બહાર પડી ભરતી ?
- ડિઝાઇન એન્જીનીયરના પદ માટે કુલ એક જગ્યા ખાલી છે જેમાં પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે.
- ITI ટર્નર અને ફીટરના પદ માટે કુલ 4 જગ્યા ખાલી છે, જેમાં માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે.
- કવાલિટી કંટ્રોલ એટલે કે QC માટે કુલ 3 જગ્યા ખાલી છે જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- ડિઝાઇન એન્જીનીયરના પદ માટે સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફ્રેશરથી લઇને એક વર્ષનો અનુભવ આવકાર્ય છે, જેમાં ખાસ ઉમેદવારે B.E મેકેનિક/ડિપ્લોમા મેકેનિક કરેલું હોવું જોઈએ, આ સિવાય અનુભવની વાત કરીએ તો CAD સોફ્ટવેર અને MFG પ્રોસેસનું જ્ઞાન હોવું જોઈએ.
- ITI ટર્નર અને ફીટર પદ માટે ફ્રેશરથી લઈને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો ITI ના કોઈપણ ટ્રેડમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ. મશીન ઓપરેશનનો અનુભવ હોઈ તો વધુ સારુ.
- કવાલિટી કંટ્રોલ એટલે કે QC માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ITI અથવા ડિપ્લોમા કે ડિગ્રીનો અનુભવ હોવો જોઈએ.આ સિવાય ફ્રેશરથી લઈને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ કેટલું હશે ?
- ડિઝાઇન એન્જીનીયરના પદ માટે પગાર ધોરણ 10 હજારથી 15 હજાર રાખવામાં આવ્યું છે.
- ITI ટર્નર અને ફીટર પદ માટે પગાર ધોરણ 9 હજારથી 12 હજાર રાખવામાં આવ્યું છે.
- QC ના પદ માટે પગાર ધોરણ 10 હજારથી 15 હજાર રાખવામાં આવ્યું છે.
કેવી રીતે કરવી અરજી?
- ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતી મેળવી લાયક ઉમેદવાર જો અરજી કરવા ઈચ્છે તો તે માટે hr@cabtecheng.com પર બાયોડેટા મોકલવાનો રહેશે, તથા મો. 8849667415. પર સંપર્ક કરવાનો રહેશે.
નોંધ - આ આર્ટિકલનો હેતુ જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળે એટલો જ છે, નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે ALL INDIA BHARTI જવાબદાર રહેશે નહીં.
અમારા વોટ્સએપ માં જોડાવા માટે અહિયાં ક્લિક કરો


0 ટિપ્પણીઓ
If You Have Any Doubts, Please Let Me Now